સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th August 2020

ધોરાજીમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ત્રણ ઇંચ વરસાદ: વરસાદને કારણે જનતા કર્ફ્યૂ જોવા મળ્યો

 ધોરાજી: ધોરાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ૨૪ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો
ધોરાજીમાં જન્માષ્ટમી પર્વ એટલે સમગ્ર સૌરાષ્ટ્રમાં શોભાયાત્રાની જો કોઈએ  પહેલ કરી હોય તો તે ધોરાજી શહેર છે છેલ્લા ૪૦ વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમી નિમિત્તે ઐતિહાસિક શોભાયાત્રાનો પ્રારંભ ધોરાજી એ કર્યો હતો અને આ શોભાયાત્રામાં અંદાજ એક લાખથી વધુ લોકો જોડાતા હોય છે અને વિશાળ શોભાયાત્રા સવારના સાત વાગ્યાથી શરૂ થાય અને બપોરે 02:00 વાગ્યા સુધી શોભાયાત્રા પૂર્ણ થતી હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના સમયમાં સરકારનો પ્રતિબંધ હોય જેથી શોભાયાત્રા તો બંધ હતી પરંતુ લોકોની અવરજવર અને જાહેર માર્ગો પર લોકો જોવા મળે એ પહેલાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વહેલી સવારથી જ રાત્રી સુધી વરસાદ ચાલુ રહેતા અને બીજા દિવસે પણ સતત ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ૨૪ કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેના કારણે ધોરાજીમાં મહત્વના તહેવારોના સમયમાં જનતા કરફી હોય એ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું લોકો જ ઘરમાં રહ્યા અને સુરક્ષિત રહ્યા તે પ્રકારના શબ્દો પણ મેસેજ માં વાયરલ થયા હતા
ધોરાજીમાં વર્ષો બાદ હિન્દુ સમાજ નો મહત્વનો તહેવાર એટલે જન્માષ્ટમી અને શોભાયાત્રા સંપૂર્ણપણે બંધ રહેતા નાના બાળકોથી માંડીને યુવાનો વડીલો વૃદ્ધ સુધીના લોકો નિરાશ થઈ બેઠા હતા કારણ કે આ કોરોના મહામારી ના સમયમાં કઈ રીતે ઉત્સવ ઉજવવા જેથી મોટાભાગના લોકો પોતાના જ ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમીનું પર્વ મનાવ્યું હતું તેઓ પણ અનેક ઘરોમાં જાણવા મળ્યું હતું

(5:54 pm IST)