સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 13th August 2020

કચ્છમાં કોરોનાનો ડંખીલો ફૂંફાડો- સ્ટર્લિંગ હોસ્પિ.ના ફિઝિશિયન, ભુજના ગાયનેક ડોકટર, જવેલર્સ સહિત ૨૨ નવા દર્દીઓ સાથે કુલ કેસ 835

ગાંધીધામ, અંજાર, ભુજમાં આજે પણ કેસોમાં સતત વધારો, એક્ટિવ કેસ ૨૩૩

 

ભુજ : કચ્છમાં કોરોનાનો ફૂંફાડો દિવસોદિવસ ડંખીલો બની રહ્યો છે. હવે પોઝિટિવ કેસમાં ઉછાળો આવવાની સાથે ભુજ, અંજાર અને ગાંધીધામમાં પોઝિટિવ દર્દીઓ સતત વધી રહ્યા છે. આજે ૨૨ નવા કેસમાં ભુજમાં , અંજારમાં , ગાંધીધામમાં , રાપરમાં , માંડવી , મુન્દ્રા , નખત્રાણા કેસ નોંધાયા છે.

 

આજે કચ્છમાં ગાંધીધામ મધ્યે કાર્યરત ગુજરાતની જાણીતી હોસ્પિટલ ચેઇન સ્ટર્લિંગ હોસ્પિટલના ફિઝિશિયન ડો. મિહિર ઠકકરને કોરોના ડિટેકટ થયો છે. ફિઝિશિયન ડો. મિહિર ઠકકર અહીં તેમની સાથે સ્ટર્લિંગમાં ફરજ બજાવતા ડો. કીર્તિકુમાર સંજોટના સંપર્કમાં આવવાના કારણે સંક્રમિત થયા છે. ઉપરાંત ભુજના જાણીતા ગાયનેલોકોજીસ્ટ ડો. દેવેન્દ્ર જોગલને પણ કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. બન્ને તબીબો અન્ય દર્દીઓ સાથે અને નર્સિંગ સ્ટાફ સાથે સંપર્કમાં હોઈ ક્વોરેન્ટાઈન થનારાઓની સંખ્યા પણ મોટી થશે. ઉપરાંત ભુજની જાણીતી સોની વ્યાપારી પેઢી વેલજી આણંદજી પરિવારના ૪૦ વર્ષીય નિમેષ વિનોદ સોનીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડો. જોગલ ભુજના આઈયાનગર અને નિમેષ સોની ભુજની જ્યુબિલી કોલોની મધ્યે રહે છે. બન્ને વિસ્તાર ભુજના પોશ વિસ્તાર ગણાતા હોઈ અહીં રહેતા પરિવારોમાં પણ ફફડાટ ફેલાયો છે.
કચ્છમાં અત્યાર સુધીના કોરોનાના આંકડાઓ પ્રમાણે છે. એક્ટિવ કેસ ૨૩૩, સાજા થયેલા ૫૬૨, જ્યારે મૃત્યુ પામનારા ૪૦ છે. નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા ૮૩૫ થવા જાય છે.

(11:44 pm IST)