News of Monday, 13th September 2021
૪૮ કલાક રાજકોટ, મોરબી , જામનગર જીલ્લો અને દ્વારકા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ
સમગ્ર ગુજરાતભરમાં ૩ થી ૪ દિવસ મધ્યમથી ભારે વરસાદ જારી રહેશે
રાજકોટઃ તા.૧૩ હવામાન વિભાગ દ્વારા બપોરે ૧૨:૪૫ વાગ્યે આગાહી કરતાં જણાવ્યુ છે કે મોન્સુન ટ્રફ નોર્મલથી દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થાય છે તેમજ દ. ગુજરાત ઉપર લો પ્રેસર છે ઉપરાંત બંગાળની ખાડીમાં ડીપડીપ્રેશન બન્યુ છે જે આગામી ૪૮ કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે જેની અસરથી આગામી ૩થી ૪ દિવસ મધ્યમથી ભારે વરસાદ પડશે. બેથી ૪ સ્થળો એવા હશે કે ભારે વરસાદની પુરેપુરી સંભાવના છે. તેમજ આગામી ૪૮ કલાક રાજકોટ જીલ્લો મોરબી જીલ્લો, જામનગર જીલ્લો અને દ્વારકા વિસ્તારમાં તોફાની વરસાદ પડશે.
(1:38 pm IST)