સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 13th November 2020

સોમનાથ વેરાવળથી ટ્રેનો ચાલુ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવેદન અપાયું

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૩: સોમનાથ વેરાવળ માં લોકડાઉન બાદ જે ટ્રેનો ચાલું હતી તે તમામ ટે્રઈનો બંધ છે જેથી યાત્રીકો ની આવક જાવક બંધ થઈ જતા ર૦૦૦ થી વધારે વેપારીઓ ના ધંધા રોજગાર બંધ થઈ ગયેલ છે આ ટ્રેઈનો ચાલુ થાય તે માટે આવેદન અપાયું હતું. વેરાવળ શહેર કોગ્રેસ દ્રારા સ્ટેશન સુપ્રીડેન્ટને આવેદન અપાયેલ હતું કે લોકડાઉન બાદ સોમનાથ વેરાવળ થી ટે્રઈનો ચાલુ થવી જોઈએ તેમાં ફકત એકજ ટ્રેઈન ચાલુ થયેલ છે રાજકોટ, અમદાવાદ, મુંબઈ, પુના, ત્રીવેન્દ્રમ, પોરબંદર સહીતની તમામ ટ્રેઈનો બંધ છે જેથી હજારો યાત્રીકો દરરોજ આવક જાવક કરતા હતા જેથી સોમનાથ વિસ્તારમાં ધંધારોજગાર ધમધમતા હતા લાંબા સમયથી ટ્રેઈનો બંધ થતા આ વિસ્તારમાં ધંધા રોજગાર બંધ જેવી સ્થીતીમાં છે જેથી તાત્કાલીક તમામ ટ્રેઈનો ચાલુ થાય તે માટે રજુઆતો કરેલ હતી.

સોમનાથના વેપારી રાજુ કાનાબારે અધિકારીઓને જણાવેલ હતું કે દરેક મોટા શહેરોમાં ટ્રેઈનો ચાલુ થયેલ છે સોમનાથ જેવા મોટા તીર્થ સ્થાનમાં ટે્રઈનો ચાલુ થવી જોઈએ સાંસદ તેમજ રેલ્વે કમીટીની નિષ્ક્રીયતાના લીધે ગીર સોમનાથના ઉતારૂઓને તેમજ વેપારીઓને મોટી મુશ્કેલી સર્જાય છે જેથી કોગે્રસ દ્રારા આજે આવેદન પત્ર અપાયેલ છે અને તાત્કાલીક ટ્રેઈનો ચાલુ થાય તે માટે રોષભેર તેને રજુઆત કરેલ હતી.

(12:38 pm IST)