સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

જુનાગઢમાં ભાગવત કથાની પુર્ણાહૂતિ પ્રસંગે ધર્મસભા યોજાઇ

 જુનાગઢ : સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પૂ. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને યોજાયેલ ભાગવત સપ્તાહની આજે પૂર્ણાહૂતિ પ્રસંગે અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુના પ્રમુખ સ્થાને ધર્મસભા યોજાઇ હતી જેમાં પૂ. આત્માનંદ સરસ્વતીજી સતાધારની પૂ. વિજયબાપુ ભવનાથના પુ. શેરનાથબાપુની ઉપસ્થિતીમાં આજે યોજાયેલ ધર્મસભામાં આ સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ સમસ્ત બ્રહ્મ સમાજની વાડીના નિર્માણ અને ૧૧,૧૧૧૧ અગીયાર લાખ એકસો અગીયારનું તેમના માતુશ્રીની સ્મૃતિમાં અનુદાન  આપવા જાહેરાત કરી હતી. બાદમાં સતાધારના પૂ. વિજયબાપુએ ધર્મસભામાં આશિવર્ચન આપતા જણાવ્યું હતું. અમે તો ભુદેવોના આશિર્વાદ લેવા આવ્યા છીએ બ્રહ્મ સમાજ સંગઠીત બની સમાજ સેવાના કાર્યો કરે તેવું આ બ્રહ્મ યુવા સંગઠન જયદેવભાઇ જોષીની આગેવાની હેઠળ સુંદર કાર્ય કરી રહ્યું છે. પૂ. આત્માનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ગીરનાર ગુંજી ઉઠે તેવો પરશુરામ ભગવાન ગુરૂદતાત્રેયની સંતોની સદગુરૂનો જયઘોષ બોલાવ્યો હતો અને કહયું હતું કે દુર્ષાશન અનુશાન હોય ત્યાં ફાવે આ ભાગવત છે ભવસાગર તરવાનો ગ્રંથ છે.  વર્તમાન સમયમાં હિન્દુ રાષ્ટ્રને માર્ગદર્શનની જરૂર છે. નામરૂપ ગુર્ણવાળા બ્રાહ્મણની જરૂર છે. શાસ્ત્ર અને શસ્ત્ર એક થાય તો ભારત માતાનું હરણ થતુ બંધ થાય અને પેટા જ્ઞાતિના વડા છોડી માત્ર હુ બ્રાહ્મણ છુ એમ મોની વર્તનથી બ્રાહ્મણ હોવા જોઇએ આ તકે પુ. મુકતાનંદબાપુ અને શેરનાથબાપુએ પણ સૌને રૂડા આશિર્વાદ આપ્યા હતાં. આ ધર્મસભામાં રિબડાથી અનિરૂધ્ધસિંહ જાડેજા, પત્રકાર જયેશ દવે, તેમજ બ્રહ્મ સમાજનાં આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(10:41 am IST)