સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

મોરબીમાં રવિવારે તુલસીના રોપાનું નિ:શુલ્ક વિતરણ.

મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ, વન વિભાગ અને ઇન્ડિયન લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે આયોજન

મોરબી : સોમવારે તુલસી વિવાહ ઉત્સવ હોય, જે અંતર્ગત આગામી તારીખ 14 નવેમ્બરને રવિવારે 9:30 કલાકે સંદેશ ઓફિસ નીચે, કભી બી બેકરી પાસે, રામ ચોક નજીક, શનાળા રોડ, મોરબી ખાતે નિ:શુલ્ક તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે.
અત્રે નોંધવુ કે સોશિયલ ડિસ્ટન્સ સાથે રોપા વહેલા તે પહેલાના ધોરણે મળશે તેમજ એક વ્યક્તિને એક જ રોપો આપવામાં આવશે. રોપા લેવા આવનાર વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. આ સેવાકાર્યમાં મયુર નેચર ક્લબ- મોરબી, મોરબી અપડેટ, વન વિભાગ (મોરબી) અને ઇન્ડિયન લાયન્સ કલબનો સહયોગ સાંપડયો છે.

(11:00 am IST)