સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

મોરબીના રફાળીયા પાસે બાઇક સ્લીપ થતા ધરમપુરના રાજેશભાઇ સોલંકીનું મોત

ખાપરાવાળી આરટીઓ નજીક વિજકંરટ લાગતા સગીર મનીષા ઉંધરેશાનું મોત

(પ્રવીણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૧૩ : મોરબીના રફાળીયા નજીક બાઈક ચાલકે પોતાનુ મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને કાબુ ગુમાવી દેતા સ્લીપ ખાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
 મળતી માહિતી મુજબ મોરબીના ધરમપુર ગામે રહેતો રાજેશભાઈ હરજીવનભાઈ સોલંકી પિતાનું મોટર સાઈકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૩૬ એ એ ૯૧૬૮ વાળી લઈને પુર ઝડપે જતો હોય દરમિયાન રફાળીયા ગામ નજીક દરિયાલાલ હોટલ નજીક સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ સ્લીપ ખાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
 બીજા બનાવમાં મોરબીના કાંતિનગરમાં રહેતી મનીષાબેન મહેશભાઈ ઉંધરેશા (ઉં.૧૬)ને ગત તા.૧૨ ના રોજ ખાખરાવાળી આરટીઓ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો ધટનાને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:32 am IST)