સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

ટંકારાના લખધીરગઢ ગામની કેબલ ચોરીમાં વધુ બે શખ્સો પકડાયા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા તા. ૧૩ : ટંકારા તાલુકાના લખધીર ગઢ  ગામની ઇલેક્ટ્રિક મોટર ના કેબલ  ચોરીના વધુ બે આરોપીને પોલીસે ઝડપી લીધેલ છે.
ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના અમરસી કરસન પટેલની વાડીમાંથી ઇલેક્ટ્રિક મોટર કેબલ વાયર કાપીને ૧૦૫૧ મીટર કિંમત રૂપિયા ૨૧૦૦૦ની ચોરી થતા આ અંગે ટંકારા પોલીસ ફરિયાદ નોંધાયેલ. આ ચોરીના આરોપી ગોવિંદભાઈ કેશુભાઈ વાઘેલા તથા કરીમભાઈ વાઘેલાની ધરપકડ કરેલ છે. પોલીસ દ્વારા આ ગુનામાં અગાઉં બે આરોપીની ધરપકડ કરેલ હતી હજુ એક આરોપીને પકડવાનો બાકી છે.

 

(11:34 am IST)