સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

ઉનાના કાજરતના પાકિસ્તાન જેલમાં બંધ ૩૦ થી વધુ માછીમારોને છોડી મુકવા સાંસદને રજુઆત

નીરવ ગઢીયા દ્વારા) ઉના, તા., ૧૩: તાલુકાના કાજરતના પાકિસ્તાન જેલમાં બંધ ૩૦ થી વધુ માછીમારોને વહેલી તકે છોડી દેવા તાલુકા પંચાયત પ્રમુખ પાસીબેન સામતભાઇ ચારણીયાએ સાંસદ રાજેશભાઇ ચુડાસમાને રજુઆત કરી છે.

કોઇ માછીમાર પાકિસ્તાનની જેલમાં હોય તેને સરકાર વળતર આપે છે પણ આ વળતરથી તેમનું ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બન્યું છે તેમની લાગણી અને માગણીને સમજીને સરકાર સામે તાલુકા પ્રમુખ સામતભાઇ ચારણીયા રજુઆતો કરે છે. રજુઆતમાં જણાવ્યું છે કે માછીમારી જે કરવા જાય છે તે લોકો પોતાના પરીવારને આજીવીકા પુરી કરે છે જયારે તેની રજુઆત આજે રંગ લાવી છે ર૦ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુકત કરવામાં આવ્યા છે તેવા તેમને લોકો તરફથી સમાચાર પણ મળ્યા છે પણ ત્રણથી ચાર વર્ષ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો છે તે હજી છુટીને આવ્યા નથી ત્યારે કાજરડીના પાકિસ્તાન જેલમાં બંધ ૩૦ થી વધુ માછીમારોને છોડી દેવા માંગણી છે. હજી માછીમારોને પાકિસ્તાનની જેલમાં બંધક છે કે તે તમામ તમામ ભારત આવે તેવી રજુઆત કરતા ઉના તાલુકા પ્રમુખ પાંચીબેન સામતભાઇ ચારણીયા  હાલ રજુઆત સાંસદ રાજેશભાઇ ચુડાસમાને કરી છે.

(12:20 pm IST)