ઠપકાથી વ્યથીત સણખલાના
યુવાને જીંદગી ટુંકાવી
જામખંભાળીયા, તા., ૧૩: ભાણવડ તાલુકાના સણખલા ગામે રહેતા વિજયભાઇ લખમણભાઇ ચેતરીયા નામના ર૭ વર્ષના યુવાને પોતાના હાથે ઘરમાં રહેલી ખડમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને જામનગરની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનું મૃત્યુ નિપજયું હતું. મૃતક યુવાનને રાત્રીના મોડે સુધી બહાર ફરવાની ટેવ હોય જે અંગે તેમના વડીલોએ ઠપકો આપતા તેમને મનમાં લાગી આવતા તેણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગે ભાણવડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીમારી સબબ દ્વારકાના યુવાનનુ મૃત્યુ
દ્વારકામાં બસ સ્ટેન્ડ સામે રહેતા દિપકભાઇ ભીખુભાઇ વાઘેલા નામના ૩પ વર્ષના યુવાનને છેલ્લા એકાદ વર્ષથી બીપી અને શ્વાસની બીમારી હોય, આ બીમારી દરમિયાન ગુરૂવારે તેમને સારવાર અર્થે સ્થાનીક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનું મૃત્યુ નિપજયું હોવાની જાણ મૃતકના મોટાભાઇ પ્રકાશભાઇ ભીખુભાઇ વાઘેલાએ દ્વારકા પોલીસને કરી છે.
દ્વારકામાં રખડતો
ભટકતો ઝડપાયો
ખંભાળીયામાં તેલી નદીના પુલ પાસે રહેતા રાજુ જીવણભાઇ રાઠોડ નામના ૩૮ વર્ષના દેવીપુજક યુવાનને દ્વારકામાં સુદામા સેતુ પાસેથી પોલીસે મોડી રાત્રીના સમયે દુકાનોના તાળા તપાસતા શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની સામે જી.પી.એકટની કલમ ૧૨૨ (સી) મુજબ ગુનો નોંધ્યો છે.