સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પાણી-લાઈટના પ્રશ્નોથી રહીશો પરેશાન

  (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૧૩ : મોરબીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના રહેવાસીઓને રોજીંદી પડતી મુશ્કેલીઓ અંગે કોંગ્રેસ અગ્રણીએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે

કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્યું છે કે બાયપાસ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના વસાહતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવ્યું નથી ઉપરાંત આવાસમાં સોલાર લાઈટ છે તે બંધ હાલતમાં છે અહીં એક વોકળો આવેલ છે જેમાં ભારે ગંદકી જોવા મળે છે જેથી માખી અને મચ્છરનો ત્રાસ વધતા લોકો માંદગીમાં પટકાય છે જેથી રહેવાસીઓની મુશ્કેલી દુર થાય, વોકળાની સફાઈ કરવા યોગ્ય કરવા માંગ કરી છે.

ઉપરાંત બાયપાસથી આવાસ જવા માટેના રસ્તાઓ પર લાઈટની સુવિધા નથી ભયંકર અંધકાર જોવા મળે છે જેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે છે અને રસ્તા પર દારૂડિયાઓ મહેફિલ જમાવે છે રસ્તો કાચો અને ઉબડખાબડ હોય જેથી સિમેન્ટ રોડ બનાવવો જરૂરી છે જેથી આવાસ યોજનાના રહીશોની મુશ્કેલીને ધ્યાને લઈને તાત્કાલિક  પ્રશ્નોના નિકાલ કરાય તેવી માંગ કરી છે.

 વિવિધ રોપા અને આયુર્વેદિક દવાઓનું રવિવારે રાહત દરે વિતરણ

 મોરબીમાં વિવિધ પ્રકારના રોપા અને આયુર્વેદિક દવાઓનું રાહત દરે વિતરણ આગામી તા.૧૪/૧૧/૨૦૨૧ને રવિવારથી ઉમિયા સર્કલ પાસે મહાદેવ મંદિરની સામે સવારે ૮:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધી કરવામાં આવશે.

જેમાં એકજોરા, જાસૂદ, મધુકામીની, રાતરાણી, ટગર, નાગરવેલ, મધુમાલતી, એરિકાપામ, મધુનાસીની,મલેશિયન, સાગ તથા વિવિધ પ્રકારના ફૂલછોડ આ ઉપરાંત ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવિરા જેલ, અળસિયાં અને કોકોપિટનું ખાતર (૧ કિલોના ૨૦રૂ.), શુધ્ધ મધ, પંચામૃત, લીંબુ, આદુ, ઠંડાઈ, આંબળા,વિવિધ વનસ્પતીના પાંદડાં,સૂપ, સરબત વગેરેના પાવડર, હર્બલ ટી, લીલા નાળિયેર અને હાથથી બનાવેલા દેશી ઓસડીયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા, વિવિધ જાતના કઠોળ, દાળ, ફિંડલા સરબત, માટીના કુંડા,તાવડી,કોડિયાં જેવી તમામ માટીની વસ્તુઓ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂ.૧૦) વગેરે જેવી તમામ પ્રકારની વસ્તુઓ રાહત દરે વિતરણ કરવામાં આવશે.

  GDA નર્સિંગ અને RSA સેલ્સની વિનામૂલ્યે રોજગારલક્ષી તાલીમ માટે પ્રવેશ શરૂ

પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર,મોરબીમાં ૧૮ થી ૨૭ વર્ષના ભાઈઓ તથા બહેનોને ભારત સરકાર તરફથી ટૂંકા ગાળાની GDA ર્નસિંગ, RSA સેલ્સ, SMO સીલાઈ મશીન ઓપરેટરની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવે છે.

તાલીમ દરમ્યાન બુક, યુનિફોર્મ, બેગ, આઈ-કાર્ડ વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનારને સરકાર માન્ય સર્ટિફિકેટ તેમજ નોકરી મેળવવામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે.

હવે પછીના સત્ર માં તાલીમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. મર્યાદિત સંખ્યામાં એડ્મિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે પ્રધાનમંત્રી કૌશલકેન્દ્ર, મોરબી, ૩જો માળ, ઘનશ્યામ માર્કેટ, વી-માર્ટની બાજુમાં, રવાપર રોડ, (મો.૭૪૮૭૦ ૭૬૩૭૪) નો સવારે ૯ થી સાંજે ૬  સંપર્ક કરવો.

(12:24 pm IST)