સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

જસદણમાં સાંજે પાટીદાર શૈક્ષણિક ભવનનું લોકાર્પણઃ સમાજમાં ભારે ઉત્સાહ

સાંજે ૭ વાગ્યે રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટયથી થશેઃ આગેવાનો, નગરજનો ઉમટશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૩ :. જસદણના આટકોટ રોડ ઉપર બનાવાયેલ પાટીદાર શૈક્ષણિક ભવનના આજે સાંજે લોકાર્પણ પ્રસંગની તૈયારીઓને સમાજના આગેવાનો અને યુવાનોની અથાક મહેનતથી આખરી ઓપ અપાય ગયો છે. મહેમાનોને આવકારવા જસદણ પંથકના પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સાંજે સાત વાગ્યે આ રંગારંગ કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટયથી થશે.

જસદણના આટકોટ રોડ ઉપર પાટીદાર સમાજના સહયોગથી બનાવવામાં આવેલા પાટીદાર શૈક્ષણિક સંકુલની કામગીરી બાંધકામ સાથે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની આમ તો ૬ મહિનાથી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં સમાજના યુવાનો અને યુવતિઓને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું તેમજ બીજા લાભોની માહિતી આપવામાં જ આવે છે.

આજે સાંજે સાત વાગ્યે યોજાનારા લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના અનેક આગેવાનો અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. જેમાં ગજેન્દ્રભાઈ રામાણી, કમલેશભાઈ હિરપરા, વલ્લભભાઈ ખાખરીયા, કલ્પેશભાઈ મોવલીયા, વેલજીભાઈ હિરપરા, ભૂપતભાઈ ભાયાણી, કેતનભાઈ લાડોલા, બાવનજીભાઈ સખીયા, જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરા, અલ્પેશભાઈ રૂપારેલીયા, રમેશભાઈ જેસાણી, મહેશભાઈ સતાતીયા, નરેશભાઈ દરેડ બી.બી.સી. મુન્નાભાઈ સોજીત્રા, રમેશભાઈ હિરપરા (કડી), મેહુલભાઈ પારખીયા, હિતેશભાઈ મોલિયા, ચંદુભાઈ કચ્છી, ભૂપતભાઈ કેરાળીયા, જે.પી. વિડજા, સંજયભાઈ વિરોજા, હકનભાઈ છાયાણી, સુરેશભાઈ હિરપરા આટકોટ, વિંછીયા-જસદણ તાલુકાના પાટીદાર સરપંચો, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પાટીદાર સભ્યો, રાજકીય અને સામાજીક આગેવાનો, શિક્ષણવિદ્દો, પાસની ટીમ સહિતનાઓ રાત-દિવસ જોયા વગર તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

આજે સાંજે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં અને રાત્રે યોજાનારા લોકડાયરામાં પાટીદારોએ હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(12:26 pm IST)