સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનના એઇઝેડ ઝોન સમુદ્ર હદમાં અત્યાર સુધી ર૧ જેટલા ગુન્હા નોંધાયા

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ :.. જિલ્લાના નવી બંદર પોલીસ સ્ટેશનને એઇઝેડ (એકસકલુઝીવ ઇકોનોમિક ઝોન) નીચે સમાવેશ કર્યા બાદ નવી બંદર પોલીસ સ્ટેશન સમુદ્ર હદમાં ર૦૦ નોટીકલ માઇલની અંદર ગેરકાયદે પ્રવૃતિના અત્યાર સુધીમાં ર૧ જેટલા હળવાથી ગંભીર પ્રકારના ગુન્હા નોંધાયા છે.

નવી બંદર પોલીસ સ્ટેશન એઇઝેડ હદમાં નોંધાયેલા ગુન્હામાં તા. ૧૦-ર-ર૦૦૯ પાકિસ્તાનના એક માછીમારના ગેરકાયદે પ્રવેશ સામેનો ગુન્હો તા. ર૩-૧-ર૦૧૦ પાકિસ્તાનના ખલાસી દ્વારા ઘુસણખોરી, તા. ર૦-ર-ર૦૧ર ભારતીય દરિયામાં શ્રીલંકાની બોટ દ્વારા ગેરકાયદે ફિશીંગનો ગુન્હો તા. ર૪-૩-ર૦૧પ બોટ અકસ્માત, તથા તા. ૮-૧ર-ર૦૧૬ બોટમાં અંદરો અંદર મારામારીનો ગુન્હો નોંધાયેલ હતો.

નવી બંદર પોલીસ સ્ટેશન એઇઝેડમાં અન્ય ગુન્હાઓમાં તા. ર-૧૦-ર૦૧૬ ના રોજ પાકિસ્તાનના ૯ ખલાસી સાથે બોટનો ગેરકાયદે પ્રવેશ, તા. ર૮-૧ર-ર૦૧૭ બોટના અંદરો અંદર પાંચ ખલાસીઓ દ્વારા મારામારી લૂંટ, તા. ૧૩-૧ર-ર૦૧૬ દરીયામાં બોટો વચ્ચે અકસ્માત તા. ર૮-૩-ર૦૧૯ પ બોટમાં મારામારી, તા. ર૪-૧૦-ર૦૧૯ દરિયામાં બોટો વચ્ચે અકસ્માત, તા. ૮-૧ર-ર૦૧૯ બોટો વચ્ચે અકસ્માત, તા. પ-૧૧-ર૦ર૦ દરીયામાં બોટમાં મારામારી, તા. પ-૧૧-ર૦ર૦ દરીયામાં બોટમાં મારામારી, તા. ૧ર-૪-ર૦ર૦ ગેરકાયદે જળસીમાં ઓળંગી પાકિસ્તાન જવા માંગતા ર ખલાસીઓની અટકાયત, તા. ૧૪-૯-ર૦ર૦ ૧ર પાકિસ્તાનના ખલાસીઓને ભારતીય જળ સીમમાં પ્રવેશ તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓમાં તા. ર૪-૭-ર૦૧૭ હેરોઇનના જથ્થા સાથે બોટના ખલાસીઓ ઝડપાયા, તા. ર૬-૧ર-ર૦૧૯ પાંચ પાકિસ્તાનીઓ ભારતીય જળ સીમામાં પ્રવેશ કરીને ભારતીય માછીમારો ઉપર ફાયરીંગ લૂંટ ચલાવેલ તા. ૧ર-૪-ર૦ ભારતીય જળ સીમમાં ૭ પાકિસ્તાન ખલાસી ઘુસ્યા અને ભારતીય માછીમારો ઉપર ફાયરીંગ કર્યુ, તા. ૧૯-૯-ર૦ર૧ ૭ ઇરાનીઓ દરિયામાં રપ૦ કરોડના હેરોઇન સાથે ભારતીય જળ સીમામાં પ્રવેશ,  તેમજ તા. ૯-૯-ર૦ર૧ ના રોજ જખૌ પાસે ગુજરાતના માછીમારો ઉપર પાક મરીન દ્વારા ફાયરીંગના ગુન્હા નોંધાયેલ છે.

ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ચૂંટણી આવતી હોય દેશ દ્રોહી તત્વો ગેરકાયદે પ્રવૃતિઓને અંજામ આપવા વર્તમાન સમયે પ્રયાસો થઇ રહ્યાનું ડેન્જર-ચાર્લીનો સર્વે ઉપરથી ચર્ચા છે. 

(1:03 pm IST)