કુતિયાણામાં ભગુએ પોતાને જ છરીથી ઇજાઓ પહોંચાડી
અકસ્માત બાદ મગજમાં તકલીફ થઇ જતાં ગુસ્સે થઇ જાય છે
રાજકોટ તા. ૧૩: કુતિયાણામાં કોર્ટ પાસે રહેતાં ભગુ અભુભાઇ મોડેદરા (ઉ.વ.૩૦) નામના યુવાને પોતાની જાતે પોતાને જ છરીથી ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. ભગુને અગાઉ જુનાગઢ પાસે બાઇક અકસ્માત નડ્યો હોઇ માથા-મગજમાં ગંભીર ઇજા થતાં વીસેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. મગજના ઓપરેશન પછી તેને મગજમાં તકલીફ થઇ ગઇ હોઇ ગમે ત્યારે ગુસ્સે થઇ જાય છે. ગઇકાલે બપોરે પણ એકાએક ગુસ્સો આવતાં પોતાની જાતે છરીથી ઇજાઓ પહોંચાડી હતી.
કોટડા સાંગાણીમાં સ્નેહા ઉંઘની વધુ ગોળી પી ગઇ
કોટડા સાંગાણી આંબેડકરનગરમાં રહેતી સ્નેહા દિનેશભાઇ સાગઠીયા (ઉ.૧૮) ઉંઘની વધુ ગોળી પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે કોટડા પોલીસને જાણ કરી હતી.
કેશોદમાં આશા સોઢાએ ઝેરી દવા પી લીધી
કેશોદ રહેતી આશા પ્રદિપભાઇ સોઢા (ઉ.૧૯) મગજ ભમતો હોવાથી ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે કેશોદ પોલીસને જાણ કરી હતી. તે બે બહેન અને એક ભાઇમાં નાની છે.