સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

જામનગરના ચેલામાં મેફેડ્રોન પાવડર સાથે ઝડપાયેલ શખ્સના રિમાન્ડની તજવીજ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૧૩ : પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગરનાઓ દ્વારા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક દિપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં આ બાબતે કડક  કાર્યવાહી કરવા સુચના કરતા આજરોજ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર શ્રીએસ.એસ.નિનામાના માર્ગદર્શન તથા સુચના મુજબ પો.સ.ઇ.શ્રી આર.વી.વીંછીનાઓના નેતૃત્વ વાળી ટીમના સ્ટાફના પોલીસ હેેડ કોન્સ. દિનેશભાઇ રામજીભાઇ સાગઠીયાને ખાનગી બાતમી હકિકત મળેલ કે ઇમ્તિયાઝ રસીદભાઇ લાખાભાઇ રહે. ચેલા ગામ તા.જી.જામનગર વાળો તેમના રહેણાંક મકાન ગેરકાયદેસર કેફી માદક પદાર્થ છુટક વેચાણ કરે છે તેવી હકિકત મળતા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા મજકુર ઇસમના રહેણાંક મકાનેથી ગે.કા. મેફેડ્રોન પાવર ૩૪ ગ્રામ તથા અન્ય મુદામાલ વાળી કિ. રૂ.૩,પ૦,ર૦૦ સાથે મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ પંચ બી પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

પોલીસે કોરોના ટેસ્ટ બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એસ.નિનામા તથા પો.સ.ઇ. શ્રી આર.વી. વીંછી તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:35 pm IST)