સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

સલાયા માંથી ઝડપાયેલા કરોડોનાં ડ્રગ્સ કેસના મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ યથાવત: બંને આરોપીઓ ના 20 તારીખ સુધીના રીમાન્ડ મંજુર : રૂપેણ બંદરના અન્ય લોકોનું ડ્રગ્સ સાથે કનેક્શન માં સંડોવણી હોવાનું આશંકા

દરીયામાં રૂપેણ બંદરની ફારૂકીનામની બોટ દ્વારા વાયરલેસ સેટના મદદથી પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કર્યો હતો

સલાયા માંથી ઝડપાયેલા કરોડોનાં ડ્રગ્સ કેસના મુળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ યથાવત છે આજે બંને આરોપીઓના કોર્ટે 20 તારીખ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે રૂપેણ બંદરના અન્ય લોકોનું ડ્રગ્સ સાથે કનેક્શન માં સંડોવણી હોવાનું આશંકા વ્યક્ત થઇ રહી છે

ગઈકાલે સલાયા ના બે આરોપીને દ્વારકા ના રૂપેણ બંદરની બોટ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.દરીયામાં રૂપેણ બંદરની ફારૂકીનામની બોટ દ્વારા વાયરલેસ સેટના મદદથી પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કર્યો હતો.
પાકિસ્તાનથી રૂપેણ બંદરની બોટ દ્વારા ડ્રગ્સનો જથ્થો સલાયા લાવવામાં આવ્યો હતો
રૂપેણ બંદરની બોટ નું નામ ખુલતા પોલીસ દ્વારા રૂપેણ બંદર ખાતે વધુ તપાસ તેજ થવાની શક્યતા છે
પકડાયેલા સલીમ ઉંમર જુસબ જશરાયા અને ઈરફાન ઉંમર જુસબ જશરાયા ને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા કોર્ટ દ્વારા બંને આરોપીઓ ના 20 તારીખ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે .
આરોપી ના રિમાન્ડ દરમિયાન રૂપેણ બંદરના અન્ય લોકોનું ડ્રગ્સ સાથે કનેક્શન માં સંડોવણી હોવાનું આશંકા છે

(8:11 pm IST)