સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th November 2021

ભુજના ચિત્રકારની ચિત્રકૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે મળશે એવોર્ડ

304 કલાકારમાંથી ભુજના ચિત્રકારની ચિત્રકૃતિની પસંદગી :ગુજરાતની ફક્ત એક એન્ટ્રી

 

કચ્છના કલાકારો અવાર-નવાર રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી રહ્યા છે. આવી રીતે ભુજના જાણીતા ચિત્રકાર નેપાળ ખાતે બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરવામાં આવશે.

ભુજના જાણીતા ચિત્રકાર લાલજી એન. જોષીની ચિત્રકૃતિને ડિસેમ્બર 2021માં કાઠમંડુ-નેપાળ ખાતે બેસ્ટ વોટર કલર એવોર્ડ એનાયત કરવામાં આવશે. કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી નેપાળ અને આર્ટ્સ મેટ ઇન્ટરનેશનલ વિથ એન બી ગુરુગ આર્ટ સ્ટુડિયો નેપાળ દ્વારા ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં 47 દેશની 304 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભારતની 49 અને ગુજરાતની ફકત 1 એન્ટ્રીની પસંદગી કરવામાં આવી હતી.

ભુજના ચિત્રકાર લાલજી જોષીની ચિત્રકૃતિની પસંદગી કરવામાં આવી હતી. કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર એક્ઝિબિશનમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. ભુજના ચિત્રકાર લાલજી જોષીએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાયેલ સ્પર્ધામાંઆહિરનામની ચિત્રકૃતિને ઓનલાઇન સ્પર્ધામાં મોકલી હતી.2021માં કાઠમંડુ નેપાળમાં ઇન્ટરનેશનલ જ્યુરીડ ઓનલાઈન વોટર કલર એક્ઝિબિશન યોજવામાં આવશે અને ભુજના ચિત્રકાર લાલજી જોષીને એવોર્ડ એનાયત કરવામાં આવશે. ચિત્રકાર લાલજી જોષી છેલ્લાં 25 વર્ષોથી ચિત્રકામ કરી રહ્યા છે. લાલજી જોષી પેન્સિલ સ્કેચિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, વોટર કલર પેઇન્ટિંગ, સ્ટોન કારવિંગ વગેરે પ્રકારની પેઇન્ટિંગ કરે છે. મુખ્યત્વે લાલજી જોષી કચ્છની સંસ્કૃતિ, કચ્છી પહેરવેશ અને ખાસ કરીને આહિર સમાજના મેળા ભરાતા હોય છે ત્યારના તથા સ્થાપત્ય અને પ્રાચીન મૂર્તિઓના ચિત્ર બનાવે છે.

 

(12:49 am IST)