સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

હળવદમાં પતંજલી નર્સિંગ સ્કુલ દ્વારા નર્સિસ દિવસની ઉજવણી

હળવદ : પતંજલી નર્સિંગ સ્કુલ દ્વારા નર્સીસ દિવસ નિમિતે કોરોના મહામારીમાં દર્દીની સેવા કરતા નર્સિંગ સ્ટાફ જે સિવિલ હોસ્પિટલ હળવદ તથા સીએચસી તથા પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફનું સન્માન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં હળવદ સીએચસી સેન્ટરના ઓફીસર ડો.કૌશલભાઇ જાલરીયા તથા ડો.પિયુષભાઇ રાવલ તથા આયુર્વેદના મેડીકલ ઓફીસર ડો.જયેશભાઇ ગરધરીયા તથા તક્ષશિલા સ્કુલ અને કોલેજના મેનેજીંગ ડાયરેકટર ડો.મહેશભાઇ પટેલ તથા ડો.અલ્પેશભાઇ સીણોજીયા હાજર રહ્યા હતા.(તસ્વીર-અહેવાલ : દિપક જાની, હળવદ)

(10:57 am IST)