સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

લોધીકા તાલુકાના આરોગ્યકેન્દ્રોની મુલાકાતે ધારાસભ્ય સાગઠીયા

ખીરસરા : લોધીકા તાલુકાના આરોગ્ય કેન્દ્રોની મુલાકાત ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ લીધી હતી. આ તકે જી.પં. સદસ્ય મોહનભાઇ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી, મહામંત્રી દિલીપભાઇ કુગશીયા, તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા, તા.પં. સદસ્ય નિલેશભાઇ નિનામા, તા.પં. પુર્વ પ્રમુખ અનિરૂધ્ધસિંહ ડાભી, શૈલેષભાઇ રાઠોડ, તા.પં.પુર્વ પ્રમુખ મનોજભાઇ રાઠોડ, મંત્રી કપિલ મારકણા, ખીમજીભાઇ સગઠીયા, મેડીકલ ઓફીસર ડો.મંથન માકડીયા, નગર પીપળીયા સરપંચ કમલેશભાઇ સાકરીયા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના આરોગ્ય કેન્દ્રો કોરોના ટેસ્ટ તથા વેકસીન બુથની મુલાકાત લીધી તેમજ અધિકારીઓ લેખીત જાણ કરેલ છે કે, ૩ તાલુકાની જનતા માટે આરોગ્યની સુવિધા માટે ૩૬.૬૦ લાખના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટેની મંજુરી માંગેલ છે તે મળતા તાત્કાલીક લોધીકા તાલુકા, કોટડાસાંગાણી તાલુકા તેમજ રાજકોટ તાલુકાના આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહીક આરોગ્યકેન્દ્રોને સાધનો અપાશે ત્યારબાદ મેટોડા, દેવળા, ખીરસરા, નગરપીપળીયા, દેવગામના કોવીડ કેર સેન્ટરોની મુલાકાત લીધી અને ગામડાની જનતાને કોરોના વેકસીન લેવા અપીલ કરી હતી.(તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ, ખીરસરા)

(11:02 am IST)