સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

ખાતરમ ભાવવધારો પાછો ન ખેંચાય તો ઉપવાસ આંદોલન પ્રભાસપાટણ ખેડૂત એકતા મંચની રજૂઆત

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૧૪ : રાસાયણિક ખાતરનું વિતરણ અને ભાવવધારો તાત્કાલીક પાછો ખેંચવા ગીર સોમનાથ જિલ્લા ખેડૂત પ્રમુખ રમેશભાઇ બામડ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજૂઆત કરેલ છે.

તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચુંટણી સમયેના મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, આર.સી.ફળદુ, જયેશભાઇ રાદડીયા અને પરસોતમભાઇ રૂપાલા સહિતનાએ વચન આપેલ હોય કે ભાવ નહી વધે છતા આ કોરોનાના વિકટ પરિસ્થિતિમાં ભાવવધારો જીકી દેવાયો છે.

જો સરકાર ૭ દિવસમાં ભાવવધારો પાછો નહી ખેંચાય તો તા.૧૯ મે દિવસ ગુજરાતના હજારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે અને એક દિવસમાં ઉપવાસ કરશે છતા પરિણામ નહિ આવે તો રસ્તા ઉપર ઉતરવુ પડશે તેવી ચિમકી આપી છે.

(11:02 am IST)