News of Friday, 14th May 2021
જસદણમાં વાલ્મિકી સમાજ દ્વારા ટીવી સીરીયલ અભિનેત્રી સામે લેખિત ફરિયાદ દાખલ
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા.૧૪: વાલ્મિકી સમાજના આગેવાનોએ ગુરૂવારે સાંજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુનદતા (બબીતા) સામે એક લેખિત પોલીસ ફરિયાદ કરી છે.
જેમાં જણાવાયું છે કે અભિનેત્રી મુનમુનદતા ઉર્ફે બબીતાએ સોશ્યલ મીડિયા મારફત સમગ્ર અનુસૂચિત જાતિને ઉતારી પાડવાનું જે કૃત્ય કર્યુ તે માફીને પાત્ર નથી તેની સામે એટ્રોસીટી મુજબ ફરીયાદ નોંધાય એવી ઉગ્ર માંગ જસદણ પોલીસ મથકમાં થઇ છે.
(11:32 am IST)