સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

ચમત્કાર વિના નમસ્કાર નહીં : ગોંડલના અનીડામાં સરપંચે સત્યાગ્રહ કર્યોને તંત્ર દોડતુ થયું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા.૧૪: ગોંડલ શહેર બાદ બેકાબુ કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભરડો લીધો છે.

સરકારી તંત્ર દ્વારા મારું ગામ કોરોના મુકત ગામ ની ગુલબાંગો વચ્ચે તાલુકાનાં અનિડા ગામે લોકોને વેકસીન આપવાં અંગે આરોગ્ય તંત્ર પાંગળુ સાબીત થતાં ગિન્નાઇ ઉઠેલાં સરપંચ સામતભાઇ બાંભવા એ તાકીદ ની રજુઆતો કરવાં છતાં રસીકરણ અંગે યોગ્ય કાયઁ વાહી નહીં થતાં સરપંચ સામતભાઇ બાંભવા દ્વારા ઉપવાસ આંદોલન શરું કરાતાં નમાલું તંત્ર દોડતું થયું હતું અને તાલુકા વિકાસ અધિકારી અનિડા દોડી જઇ બ્લોક હેલ્થ ઓફીસર ડો. ગોયલ સાથે વાતચીત કરતાં બપોર બાદ વેકસીન શરું કરાશે તેવી ખાત્રી અપાતાં સરપંચ દ્વારા સંતોષ વ્યકત કરાતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા પારણાં કરાયાં હતાં.

(11:33 am IST)