સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

મોરબીના લાલપર અને નેશનલ હાઇવે ઉપર વાહને હડફેટે લેતા ૨ના મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૪ : મોરબીના લાલપર સ્મશાન નજીક રહેતા અતુલભાઈ ગણપતભાઈ પરમાર (ઉ.૨૦) એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે આવતું બાઈક જીજે ૩૬ એનેવ ઈઠોતેર ના ચાલકે પોતાનું બાઈક પુર ઝડપે ચલાવી લાલપર ગામના સ્મશાન નજીક સર્વિસ રોડ પર ફરિયાદ અતુલભાઈ પરમારના બાપુજીને રોડ ક્રોસ કરતા હડફેટે લેતા માથામાં ઈજા થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોય અને મોટર સાઈકલ ચાલક નાશી ગયો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોધાઇ છે.

બીજા બનાવમાં સુરેન્દ્રનગરના સરા ગામે રહેતા અને મૂળ માળિયા મિંયાણાના રહેવાસી સલીમભાઇ ઉમરભાઇ મોવરએ માળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી કન્ટેનરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી વિશાલ હોટલ નજીક ફાતેમાબેન ઉમરભાઇ મોવર (ઉ.૬૦) પગે ચાલીને રોડ ક્રોસ કરતા હોય દરમિયાન તેને હડફેટે લેતા તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:58 pm IST)