સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

જામનગરમાં રાષ્ટ્રીયકૃત બેંકો તથા પાનની દુકાન, ચાની હોટલ, ઠંડાપીણાની દુકાન તથા વાહનો ઉપર જાહેરનામા ભંગના ૨૨ કેસ

જામનગરમાં જુદી જુદી બેંકોમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યુ છે. શહેરની લાલબંગલા પાસે આવેલ એચડીએફસી બેન્ક ઉપરાંત બંધન બેન્ક, ફેડરલ બેન્ક, ડીસીબી બેંક અને સિટી યુનિયન બેંકના ૫૦ ટકાથી વધુ કર્મચારી હોવાથી બેંક મેનેજર સામે ગુનો નોંધવામાં આવ્યો છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૪ :. પોલીસ અધિક્ષક દિપન ભદ્રનનાઓએ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડને સૂચના કરતા જે અનુસંધાને એલ.સી.બી. પો. ઈન્સ. કે.જી. ચૌધરીનાઓની દેખરેખ હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડની સંયુકત ટીમો બનાવી જામનગર શહેરમાં નીચે મુજબ જાહેરનામા ભંગના કેસો આવેલ છે.

- રાષ્ટ્રીયકૃત બેંકોમાં ૫૦ ટકા કરતા વધુ સ્ટાફ હાજર રાખેલ હોય, જેથી જોગર્સ પાર્ક પાસે આવેલ રાષ્ટ્રીયકૃત બેંકો પૈકી (૧) બંધન બેન્ક (૨) ફેડરલ બેન્ક (૩) ડીસીબી બેન્ક (૪) સીટી યુનિયન બેન્કના મેનેજર વિરૂદ્ધ જાહેરનામા ભંગના અલગ અલગ ૦૪ કેસો કરવામાં આવેલ છે.

- પબ્લીક ટ્રાન્સપોર્ટમાં પરિવહન ક્ષમતાના ૫૦ ટકા કરતા વધુ પેસેન્જરો બેસાડી જાહેરનામા ભંગ કરનાર વાહન ચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગના ૦૫ કેસો કરવામાં આવેલ છે.

- પાનની દુકાન, ચાની દુકાન, હોટલ, વાણંદની દુકાનો, ઠંડા પીણાની દુકાનો, ખાણીપીણીની દુકાનો, રેકડી તથા માસ્ક પહેરેલ વગરના જાહેરનામા ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ૧૩ કેસો કરવામાં આવેલ છે.

(1:05 pm IST)