સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

જુદી-જુદી હોસ્પિટલોમા ઓક્સિજન પ્લાન્ટ અને એમ્બ્યુલન્સ માટે 3.13 કરોડની ગ્રાન્ટ વાપરતા સાંસદ કુંડારીયા: છ ઓક્સિજન પ્લાન્ટ સાથે સાંસદની ગ્રાન્ટમાંથી 10 એમ્બ્યુલન્સ દોડતી થશે

મોરબી : રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પોતાની ગ્રાન્ટમાંથી અલગ – અલગ છ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા તેમજ 10 એમ્બ્યુલન્સ વસાવવા રૂપિયા 3.13 કરોડની ગ્રાન્ટ ફાળવી છે.
હાલ કોરોના મહામારીના સંકટમાં લોકોને તાત્કાલીક સારવાર માટે સુવિધા મળે તે માટે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ તેમને મળતી ગ્રાન્ટમાંથી રાજકોટ જીલ્લામાં કુવાડવા,સરધાર, કોટડા સાંગાણી, પડધરી, તેમજ રાજકોટ શહેરમાં ત્રણ તેમજ મોરબી જીલ્લામાં ટંકારા,વીરપર અને ઘુંટુ માટે કુલ આશરે રૂ।.૧,૩૦,૦૦,૦૦૦ અંકે રૂપીયા એક કરોડ ત્રીસ લાખ પુરા 10 એમ્બ્યુલન્સ ખરીદવા ફાળવેલ છે.
આ ઉપરાંત ઓકસીજનની ખાસ જરૂરત ઉભી થયેલ હોય તે ધ્યાને લઈને ઓકસીજન પ્લાન્ટ માટે જે પ્લાન્ટમાં કોઈપણ પ્રકારના લીકવીડ વિગેરેની જરૂરીયાત પડતી નથી તેવા ઓકસીજન પ્લાન્ટ માટે સરકારી હોસ્પીટલો (દવાખાનાઓ) રાજકોટ જીલ્લાના લોધીકા, કોટડા સાંગાણી, કુવાડવા, પડધરી તેમજ મોરબી જીલ્લાના વાંકાનેર અને ટંકારા એમ કુલ ૬ (છ) ઓકસીજન પ્લાન્ટ માટે રૂા. ૧,૮૦,૦૦,૦૦૦ અંકે રૂપીયા એક કરોડ એંસી લાખ પુરા તેમજ તા.જી. રાજકોટના ગઢકા પી.એચ.સી. માટે મેડીકલના સાધનોની ખરીદી માટે રૂા.૩,૫૦,૦૦૦ અંકે રૂપીયા ત્રણ લાખ પચાસ હજાર પુરા એમ બધા મળી ને કુલ રૂા.૩,૧૩,૫૦,૦૦૦ રૂપીયા ત્રણ કરોડ તેર લાખ પચાસ હજાર રૂપીયા તેઅોને મળતી સાંસદની ગ્રાન્ટ માંથી રકમ ફાળવેલ છે. તેમજ હજુ પણ જરૂરીયાત ઉભી થશે તો વધુ ગ્રાન્ટની તાત્કાલીક ફાળવણી કરવામાં આવશે તેમ જણાવ્યું છે

(7:27 pm IST)