સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th May 2021

ભાવનગરમા કોરોનાથી ત્રણના મોત અને ૩૦૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪૦૧ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૯,૧૨૧ કેસો પૈકી ૪,૨૮૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૦૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૯,૧૨૧ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૨૮ પુરૂષ અને ૭૩ સ્ત્રી મળી કુલ ૨૦૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૯, ઘોઘા તાલુકામાં ૧૦, તળાજા તાલુકામાં ૨૭, મહુવા તાલુકામાં ૬, સિહોર તાલુકાઓમાં ૩૬, પાલીતાણા તાલુકામાં ૪, વલ્લભીપુર તાલુકામાં ૧ તેમજ જેસર તાલુકામાં ૪ કેસ મળી કુલ ૧૦૭ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા ત્રણ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી કુલ ૩ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૩૩૩ અને તાલુકાઓમાં ૬૮ કેસ મળી કુલ ૪૦૧ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૯,૧૨૧ કેસ પૈકી હાલ ૪,૨૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે

(8:17 pm IST)