News of Saturday, 14th May 2022
ગોંડલમાં પાન-બીડી મસાલાની હોલસેલ વેપારીની બાલકૃષ્ણ સેલ્સ એજન્સી દુકાનમાં આગ ભભુકી : ભારે નુકશાન
ગોંડલ : જેલ ચોક રોડ ઉપર આવેલ પાન-બીડી-મસાલાની બાલકૃષ્ણ સેલ્સ એજન્સી નામની હોલસેલ વેપારીની દુકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી આ બનાવની જાણ થતા ગોંડલ અને રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પાણીનો ધોધ બોલાવીને આગને કાબુમાં લીધી હતી. આ આગ લાગતા મોટા પ્રમાણમાં ચીજવસ્તુઓ ખાખ થઇ ગઇ હતી અને નુકસાન થયુ હતું. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)
(11:26 am IST)