હળવદના કડીયાણા ગામનો યુવાન ખેલ મહાકુંભની દોડ સ્પર્ધામાં અવ્વલ સ્થાને
૪૦૦ મીટરની દોડમાં પ્રથમ નંબર અને ૮૦૦ મીટરની દોડમાં બીજા નંબરે
(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૪ : મોરબી જિલ્લાકક્ષાની દોડની સ્પર્ધામાં કડીયાણા ગામનો પ્રફુલ દઢૈયા ૪૦૦ મીટરમાં પ્રથમ નંબર અને ૮૦૦ મીટર બીજા નંબરે સ્થાન મેળવી નાના એવા ગામનું ગૌરવ વધાર્યું છે.
ખેલ મહાકુંભમા જિલ્લાભરના સ્પર્ધકોએ પોતાની કલા અને કૌશલ્ય દેખાડવા ઉમટી પડ્યા હતા. જેમાં દોડની સ્પર્ધામાં હળવદ તાલુકાના કડીયાણા ગામનો યુવાન પ્રફુલ દઢૈયા જિલ્લા કક્ષાની ૪૦૦ મી.ની દોડની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન સાથે પ્રથમ નંબર અને ૮૦૦ મી.ની દોડમાં બીજો નંબર મેળવી ગામનું ગૌરવ વધાર્યું હતું. જે ફરી રાજયકક્ષાની સ્પર્ધામાં કલા બતાવશે.
હળવદ તાલુકાના નાના એવા ગામ કડીયાણા ગામે રહેતા ખેડૂત પુત્ર પ્રફુલ મેલજીભાઈ દઢૈયા જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા કડીયાણા ગામનું નામ રોશન કર્યું છે.જેમાં પ્રફુલ દઢૈયા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ બીઆરસી પ્રવિણસિંહ ચૌહાણ અને હિતેશભાઈ વરમોરા તેમજ કડીયાણા ગામની સ્કૂલના શિક્ષકો અને ગામના સરપંચ રમેશભાઈ માકાસણા તેમજ મોભી વડીલ વિક્રમસિંહ ઝાલા, અશોકસિંહ જાડેજા, ભરતભાઇ વઢરેકીયા, રતિલાલ ઠુંગા સહિતના ગ્રામજનો એ શુભેચ્છા પાઠવી હતી.