સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

રાજકોટ જેલનો આજીવન કેદનો ફરાર અમરેલી તાલુકાના ખૂનનો આરોપી ચિતલનો ભીખો ઝડપાયો

 

અમરેલી તા.૧૪: ભાવનગર રેન્‍જ આઇ.જી.અશોક કુમારે રેન્‍જના જિલ્લાઓમાં ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિૅક્ષકશ્રી હિમકર સિંહે અમરેલી જિલ્લામાં શરીર સંબંધીઅને મિલકત સંબંધી ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ/ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ જાફરાબાદ મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકીકત મળેલ કે અમરેલી તાલુકા પો.સ. ફ.ગુ.ર.નં.૧૪૩/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૩૦૨, ૩૦૭ વિ. મુજબના ગુનાના કામે આજીવન કેદની સજા થતાં રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં સજા ભોગવી રહેલ પાકા કામના કેદીને હાઇકોર્ટના હુકમ આધારે તા.૨૪/૪/૨૦૨૨ થી તા.૮/૫/૨૦૨૨ એમ દિન-૧૫ માટે વચગાળાના જામીન ઉપર મુકત કરવામાં આવેલ. મજકુર કેદીને તા.૦૯/૫/૨૦૨૨ના રોજ રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ તે રાજકોટ જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો. આ કેદી જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે બસ સ્‍ટેશન પાસે હાજર છે તેવી બાતમી મેળવી લખધીરસિંહ ઉર્ફે ભીખો કાળુભાઇ સરવૈયા, ઉ.વ.૪ર રહે. ચિત્તલ, તા.જિ. અમરેલી પાકા કામના  કેદી નંબર ૪૬૭૫૭ રાજકોટ મધ્‍યસ્‍થ જેલરે ઝડપી લીધો હતો.

(1:48 pm IST)