ભાવનગર નજીક ભોજપરા ગામે જુગાર રમતા બે ઝડપાયા : ચાર ફરાર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪ : ભાવનગરની એલસીબી પોલીસે ભોજપરા ગામ પાસેથી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા છે. જયારે ચાર શખ્સો નાસી છૂટયા હતા.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર ભોજપરા ગામનાં પાટીયા પાસે આવતાં પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ચુડાસમાને બાતમી મળેલ કે,ભાવનગર, શામપરા-ભોજપરાની નળ વચ્ચે, ભગીરથસિંહ ગોહિલની વાડી પાસે જાહેર જગ્યામાં હરપાલસિંહ જીતુભા ગોહિલ રહે.ભોજપરા તા.જી.ભાવનગરવાળો બહારથી માણસો ભેગાં કરી મોબાઇલની લાઇટનાં અંજવાળે ગંજીપતાનાં પાનાં-પૈસા વડે અંદર-બહારનો હાર-જીતનો જુગાર રમી-રમાડે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં હરપાલસિંહ જીતુભા ગોહિલ ઉ.વ.૩૫ᅠ રહે.ભોજપરા તા.જી.ભાવનગર તથા જયદેવ ચીથરભાઇ દુધકિયા ઉ.વ.૨૮ᅠ રહે.બહુચરાજી માતાનાં મંદિર પાસે, ભોળાદ તા.શિહોર જી.ભાવનગર જુગાર રમતા ઝડપાયા હતા જયારે યોગેશભાઇ ભરતભાઇ મેર રહે.રામનગર વિસ્તાર, ગુંદાળા,ભરત ઉર્ફે મુંછ દેવજીભાઇ ચૌહાણ રહે.બોરતળાવ, ભાવનગર, જીણાભાઇ પાંચાભાઇ ચાવડા રહે. કરદેજ અને નરેશ ઉર્ફે સાસલી માવજીભાઇ રહે.પાંચવડા નાસી છૂટતા તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પોલીસે ગંજીપાના, મોબાઇલ નંગ-૪ , રોકડ રૂ.૩૮,૨૦૦ તથા મોટર સાયકલ/ સ્કુટર-૪ᅠ મળી કુલ રૂ.૯૮,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરીᅠ વધુ તપાસ હાથ ધરી છે.ᅠ
દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ.ᅠ એસ.બી.ભરવાડ,પોલીસ સબ ઇન્સ.ᅠ એન.જી.જાડેજા, પોલીસ સબ ઇન્સ. પી.આર.સરવૈયા, એ.એસ.આઇ. મહિપાલસિંહ ગોહિલ, પો.હેડ કોન્સ. અરવિંદભાઇ બારૈયા, મહિપાલસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.