સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ઉનામાં સ્‍કુટરની ડેકીમાં દારૂની ૨૬ બોટલો લઇ જતો યુવાન ઝડપાયો

 

ઉના તા.૧૪: દેલવાડા ચોકડી પાસે જીલ્લાની એસ.ઓ.જી. બ્રાન્‍ચે સ્‍કુટરની ડેકીમાં છુપાવી લઇ જવાતો વિદેશી દારૂની ર૬ બોટલ અને મોટર સાયકલ સાથે રૂા.૩૯૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઉનાના સંદીપ ગોસ્‍વામી નામના યુવાનને પકડી પાડયો હતો.

ગીરસોમનાથ જીલ્લાની એસ.ઓ.જી. શાખાના પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ સુભાષભાઇ ચાવડા અને કમલેશભાઇ પીઠીયા ત્‍થા સ્‍ટાફ દેલવાડા ચોકડી પાસે વાહન ચેક કરતા હતા ત્‍યારે એક જયુપીટર કાું. નું સ્‍કુટર ઉપર આવતો સંદીપ મનસુખભાઇ ગોસ્‍વામી (ઉ.વ.૩૧)રે હુડકો સોસાયટી ઉનાવાળાને રોકી તપાસ કરતા ડેકીમાં છુપાવી લઇ જવાતો ભારતીય બનાવટની ઈગ્‍લીંશ દારૂની બોટલ નંગ-૨૬ રૂા.૯૬૦૦/- મોટર સાયકલ રૂા.૩૦ હજાર મળી રૂા. ૩૯૬૦૦/- મુદ્દામાલ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:50 am IST)