સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

બગસરા પાસે ૨ કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૪ને ઇજા

 

બગસરાઃ બગસરાના મોટા મુંજીયાસર ગામ પાસે બે ફોરવ્‍હીલ ગાડી સામ સામે અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. નાની-મોટી ઇજાઓ થતા ૧૦૮ મારફતે સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયેલ હતા. અકસ્‍માતમાં પ્રીતિબેન રમેશભાઇ ચાવડા (ઉવ.૨૩), ગોંડલીયા હેતાંશી જયેશભાઇ જેતપુર (ઉવ.૨૩), હાર્દિક તાતાભાઇ પનાળા લીલીયા (ઉવ.૨૪), ઉમેનર બાબુભાઇ ગોધાણી (ઉવ.૩૭)ને ઇજાઓ થયેલ જેમાં બે લોકોને અમરેલી અને બે લોકોને જેતપુર રીફર કરાયા હોવાનું જાણવા મળ્‍યુ છે.(તસ્‍વીર-અહેવાલ : સમીર વિરાણી-બગસરા)

(11:51 am IST)