સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

જસદણની સિવિલ હોસ્‍પિટલમાં દાખલ દર્દીઓ સહિત ૫૦૦ લોકોને ડો.દીપક રામાણીએ નાળીયેર પાણી પીવડાવી શ્રી શ્રી રવિશંકર મહારાજનો જન્‍મદિવસ ઉજવ્‍યો

 

જસદણ : જસદણ સહિત સૌરાષ્ટ્રભરમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. પરંતુ દર્દીઓને નાછૂટકે સારવાર મેળવવા માટે હોસ્‍પિટલોમાં જવું પડતું હોવાથી તેઓને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. ત્‍યારે આર્ટ ઓફ લિવિંગના સ્‍થાપક શ્રી શ્રી રવિશંકરજી મહારાજના જન્‍મ દિવસ નિમિત્તે જસદણની રામાણી જનરલ હોસ્‍પિટલના ડો.દીપકભાઈ રામાણી અને તેમના પત્‍ની ધર્મિષ્ઠાબેન રામાણી તરફથી જસદણની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર લઈ રહેલા ૫૦૦થી વધુ દર્દીઓ, ઉપસ્‍થિત ડોક્‍ટરો, નર્સિંગ સ્‍ટાફ, અન્‍ય સ્‍ટાફ તેમજ અન્‍ય લોકોને કાળઝાર ગરમીમાંથી રાહત અપાવતું ધરતીનું અમૃત પીણું નાળીયેરનું પાણી વિનામૂલ્‍યે પીવડાવી અને દવાખાનામા દાખલ તમામ દર્દીઓને નાસ્‍તો અને પાણીની બોટલ સહિતનુ વિતરણ કરીને ડો.રામાણી દંપતીએ ગૂરૂજીના જન્‍મ દિવસની અનોખી ઉજવણી કરી હતી આ સેવા કાર્યમા નિસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટસ્‍ટના પ્રમુખ મેહુલભાઇ સંઘવી વિજયભાઈ રાઠોડ સુરેશભાઇ છાયાણી લાલાભાઇ ઠુમ્‍મર કોર્પોરેટર નરેશભાઇ ચોહલીયા સહિત અનેક સેવાભાવી ઓ એ સદ કાર્યમાં સેવા આપી હતી. (તસ્‍વીર-અહેવાલ : નરેશ ચોહલીયા-જસદણ)

(12:17 pm IST)