સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ધોરાજીમાં વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી ઝડપાયો

 

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૪ :  રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠોડ તથા જેતપુર ડીવીઝનના ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલની સુચનાથી આરોપી કપીલ ઉર્ફે ટીનો દયાલભાઇ નીમાવત ઉ.વ.૩૦ રહે.જેતપુર બાવાવાળાપરા લક્ષ્મી એપાર્ટમેન્‍ટ વાળો તા.૨૯/૦૫/૨૦૨૨ થી ૦૫/૦૫/૨૦૨૨ સુધી વચગાળાના જામીન ઉપર હોઇ જે ને તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ મધ્‍યસ્‍થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોઇ પરંતુ હાજર થયેલ  ન હતો અને ફરાર થઇ ગયો હતો. ધોરાજીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.બી.ગોહિલ એ.એસ આઈ રમેશભાઇ બોદર . અરવીંદસિહ જાડેજા  રવિરાજસિંહ વાળા પો.કોન્‍સ રવિરાજસિંહ જાડેજા પો.કોન્‍સ  બાપાલાલ ચુડાસમા પો.કોન્‍સ  જયસુખભાઇ ગારંભડીયા પો.કોન્‍સ  શકિતસિહ જાડેજા પો.કોન્‍સ વિગેરે સ્‍ટાફે ઝડપી લીધો હતો.

(12:30 pm IST)