હાય રે ગરમી, પ્રજાને ગરમીથી રાહત આપવા રોડ પર પાણીનો છટકાવ કરો.
--પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના રમેશભાઈ રબારીએ ચીફ ઓફિસરને અપીલ કરી
મોરબી : હાલના સમયમાં ગુજરાત માં ભયંકર ગરમી પડી રહેલ છે અને હાલ મોરબીમાં પણ ગરમીનો પરો ઉચો જય રહેલ છે ત્યારે આ ગરમી થી અબોલ જીવ અને માનવ જીવન પણ અસરગ્રસ્ત થયેલ છે ત્યારે લોકો ને ગરમી થી બચાવા અને થોડી ઘણી રાહત મળે તે માટે થય મોરબી નગર પાલિકા દ્વારા શહેર માં રોડ રસ્તા ઉપર પાણી નો છટકાવ કરવો જરૂરી છે
પશુ અને અબોલ જીવ તેમજ માણસ આં કાળઝાળ ગરમીમાં અતિ પરેશાન થઈ રહેલ છે ત્યારે લોકો ને રાહત મળે તે માટે થય ને મોરબી નગરપાલિકાએ તાત્કાલિક રોડ રસ્તા ઉપર પાણી નો છટકાવ કરવો જોઈએ જેથી પ્રજા અને સાથે અબોલ જીવ ને પણ ગરમીથી રાહત મળે તેવી લોકો ની લાગણી અને માંગણી છે તો પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી પાણીનો છટકાવ કરવા ચીફ ઓફિસરને વિનતી સાથે માંગણી કરવામાં આવી છે તેમ પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલ ના રમેશભાઈ રબારીની યાદી જણાવ્યું છે.