News of Saturday, 14th May 2022
મોરબીના લાલપર ગામના નજીકથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો.
મોરબીમાં લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે ઈંગ્લીશ દારૂ વેચતો શખ્શ ઝડપાયો છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે આરોપી સંજયભાઇ સાધાભાઇ સવસેટા પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની રોયલ બ્લેક ઓરેન્જ વોડકા ફોર સેલ ઇન ગોવા લખેલ ૭૫૦ મી.લી.ની ઇગ્લિશ દારૂની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૨ કિં.રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો.
હાલ મોરબી તાલુકા પોલીસે પ્રોહી. એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:00 pm IST)