સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આઈસીયુ ઓન વ્હીલ એમ્બુલન્સ લોકાપર્ણ કરાયું.

૩૦ લાખ રૂપિયાના ખર્ચે ઉપલ્બધ થયેલ આઇ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સ મોરબી જનરલ હોસ્પિટલને લોકાર્પણ કરાયું

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના અનુદાનમાંથી ૩૦ લાખ રૂપિયાના ખર્ચે ઉપલ્બધ થયેલ આઇ.સી.યુ.ઓન વ્હીલ એમ્બ્યુલન્સ મોરબી જનરલ હોસ્પિટલને લોકાર્પણ કરવામાં આવી હતી.
ગત શુક્રવારના સવારે આયોજિત લોકાર્પણ સમારોહમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં કબીરધામ જગ્યાના મહંત શીવરામદાસ બાપુ તેમજ અગ્રણી ડૉ. જયંતીભાઇ ભાડેસીયાએ એમ્બ્યુલન્સની ચાવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. દુધરેજીયાને અર્પણ કરી હતી તેમજ સફાઇ કર્મચારીના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ ૩૦ લાખ રૂપિયાના ખર્ચે મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓમાં નારાયણના દર્શન કરીને તેમની વધુ સારવાર અને સુશ્રુષા કરવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડે છે ત્યારે આ એમ્બ્યુલન્સ દર્દીઓને વધુ ઉપયોગી થશે. આ પ્રસંગે કબીરધામના મહંત શીવરામ બાપુ અને અગ્રણીશ્રી જયંતીભાઇ ભાડેસીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.
આ તકે હળવદ વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઇ સાબરીયા, મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર પરાગ જે. ભગદેવ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. દુધરેજીયા, તેમજ અગ્રણી જયંતીભાઇ પડસુંબીયા, સુરેશભાઇ દેસાઇ, નગરપાલિકાના સદસ્યો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(1:05 pm IST)