સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

ધ્રોલના ઉંડ-૧ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું

૬ દરવાજા ખોલ્‍યાઃ હજાર હેકટરમાં ખેડૂતોને મોટા ફાયદો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા. ૧૪: ધ્રોલ નજીક આવેલા જામનગર જીલ્લા ને પીવાનુ પાણી પુરુ પાડતો એવો ઉંડ ૧ ડેમ આજે પાણી છોડવામા આવ્‍યુ ખેડુતો દ્રારા કૂષીમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ,ᅠ લખધીરસિંહ જાડેજા સહિતના રાજય લોકો ને ખેડુત ની અનેક વખત રજુઆત હોય.. જેથી આજે ઉડ ૧ ડેમાથી પાણી છોડવામા આવ્‍યુᅠ નિચાણ ના ગામો ના ચેક ડેમ ભરવા માટે ખેડુતો ની માંગણી ને ધ્‍યાન લઈ આજે પાણી છુટતા લાખો એકર માᅠ આગોતરા વાવેતર થશે ખેડુતો માટે બહુ ફાયદા ઉંડ૧ માથી પાણી છોડવામા આવતા નિચાણ ગામો ને સાવ ચેત રહેવા સુચના પણ આપી દેવામા આવી હતી.. ૮ થી ૧૦ ગામના ઉંડ નંદી વિસ્‍તારમા હજારો હેક્‍ટર જમીનો વાવેતર માટે ખૂબ ઉપયોગી બનશે.

 

(1:12 pm IST)