News of Saturday, 14th May 2022
ભાણવડમાં વિકાસ કામ માટે ૧.૧૭ કરોડની ફાળવણી
ખંભાળિયા,તા. ૧૪ : ભાણવડમાં ભાણવડ-પાઇતટ-નાગકા રોડ પર પુલ અને રસ્તાના કામ અંગે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીને જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગળે રજુઆત કરી હતી.
જે અંતર્ગત ભાણવડ-પાઇતટ-નાગકા રોડ પર સી.ડી. નં. ૬/૨૫૨ પર હાઇ લેવલ આર.સી.સી. બ્રીજ બનાવવા માટે ૧૧૭૮૫ લાખ રૂપિયા મંજૂર થયા હતા. તથા પી.ડબ્લ્યુ.ડીને કામગીરી કરવા સુચના અપાઇ છે.
(1:20 pm IST)