સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

વંથલીના તોડ પ્રકરણમાં પાંચ પોલીસકર્મીઓ સસ્પેન્ડ : થાણા અમલદાર અલ્પા ડોડીયાની બદલી : પોલીસ અધિક્ષક આકરા પાણીએ

ધણફૂલિયાના દેવીપૂજકનો ટ્રક ભંગારમા વેંચાવી વંથલી પોલીસે એક લાખનો તોડ કર્યો હોવાનું ધ્યાન પર આવતા એસપી રવિ તેજા વાસમ સેટીઍ તપાસનો આદેશ કર્યો હતો

(વિનુ જોશી દ્વારા) :જુનાગઢ તા. 14 :વંથલીના ધણફૂલિયાના દેવીપૂજકનો ટ્રક ભંગારમા વેંચાવી વંથલી પોલીસે  એક લાખનો તોડ કર્યો હોવાનું ધ્યાન પર આવતા એસપી રવિ તેજા વાસમ સેટીઍ તપાસનો આદેશ કર્યો હતો.
તપાસમાં તથ્ય જણાતા પોલીસ કર્મી પ્રતાપ સેખવા, જતીન મહેતા, બળવંત સિંહ પરમાર, દેવા ભારાઈ, પ્રતીક ઠાકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જ્યારે  પી એસ આઈ એ. પી. ડોડીયાની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે.
વંથલી પી એસ આઈનો ચાર્જ વી. કે. ઊંજિયાને સોપવામાં આવ્યો છે.

 

(2:25 pm IST)