News of Monday, 14th June 2021
૧૮ થી ર૦ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદઃ ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી
ખંભાળીયામાં આજે સવારે ગરમી વચ્ચે અમી છાંટણા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર તથા તાલુકામાં અનેક ગામોમાં સવારે વરસાદના અમી છાંટણા તથા આકાશમાં કાળા વાદળો છવાયા હતા. જો કે વરસાદના છાંટા પાડીને મેઘરાજા આવી ગયા હતા.
જો કે ખંભાળિયા હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારિયાએ જણાવ્યા મુજબ ૧૮ થી રર વચ્ચે ૩ થી પાંચ દિવસ હળવો-મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે અને કયાંક કયાંક વાવણી લાયક પછી આવે તેવી સંભાવના છે જો કે વરસાદની એક જોરદાર સિસ્ટમ શરૂ થઇ હતી પણ વચમાં જ તે ભાંગી જતા ૧૮ થી ર૦ વચ્ચે રાઉન્ડ આવ્યા બાદ ફરી જોરદાર વરસાદ આવતા વાર લાગેતેવું છે. જો કે મુંબઇમાં ભારે વરસાદના આઠ-દશ દિવસમાં જ સૌરાષ્ટ્રમાં વરસાદ થતો હોય તે સિસ્ટમ અહી સુધી પહોંચે તેની ખેડુતો રાહ જોઇ રહ્યા છે.
(1:14 pm IST)