સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

ઉપલેટામાં બાળકીની હત્યા કરી અંતિમ સંસ્કાર ન કરાવી પુરાવાનો નાશ કરવાના ગુન્હાના આરોપીઓનો જામીન પર છુટકારો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ઉપલેટામાં નવ વર્ષની બાળકીની સગી કાકી દ્વાર માથામાં દસ્તાના ધા ઝીંકી હત્યા કરી નાખ્યા બાદ જાતે દવાખાને લઈ જઈ સીડીઍથી પડી જવાની સ્ટોરી ઉભી કરી પીએમ કરાવ્યા વગર અંતિમ સંસ્કાર કરી નંખાતા ભારે ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી હતી. આ ઘટનામાં હત્યાના ગુન્હામાં બાળકીની કાકી વંદનાબેન તેમજ પુરાવાનો નાશ કરી મદદગારી કરવાના આરોપસર પોલીસે બાળકીના પિતા અને કાકાની ધરપકડ કરેલી. ઉપલેટાના નિમાવત પરિવારના બંને ભાઈઓ ચેતન અને મયુર સર્વોદય સોસાયટીમાં સંયુક્ત કુટુંબમાં રહેતા હોય મોટા ભાઈ ચેતનને સંતાનમાં બે-પુત્રીઓ તથા નાના ભાઈ મયુરને બે-પુત્રો છે. સંયુક્ત કુટુંબમાં દેરાણી-જેઠાણી વચ્ચે ચાલતી નાની-મોટી તકરારને લઈને સગીર પુત્રી આયુષીની કાકી વંદનાબેનઍ બદલો લેવાના હેતુથી જેઠાણીની માસુમ પુત્રી રૂમમાં ટીવી જોઈ રહી હોય તેને ચાલ બેટા કંઈક વસ્તુ આપુ તેમ કહીને મકાનની છત ઉપર લઈ જઈ આયુષીને બ્લેન્કેટમા સુવડાવી માથા ઉપર લોખંડના દસ્તાના બૅ ધા જીકતા આયુષી લોહીલુહાણ થઇ જતા આયુષી ને ઢસડીને પગથીએથી નીચે મૂકી દઈ આયુષીની મમ્મીને બોલાવી આયુષી પગથિયેથી પડી જતા ઇજા થયેલ ની ખોટી સ્ટોરી ઊભી કરી આયુષીને દવાખાને લઈ ગયેલ જ્યાં આયુષી મરણ ગયેલ નું ડોક્ટરે જણાવેલુ આયુષી ના પપ્પા તથા કાકાને હત્યા થયેલ ની શંકા ગયેલ હોય આયુષીનું પોસ્ટ મોર્ટમ ન કરાવી તેમજ અગાસી પર ના લોહીના નિશાનો તેમજ લોહી વાળો બ્લેન્કેટ પાણીથી ધોઇ નાખી ઘરની વાત ઘરમાં રહે તે ઈરાદે પુરાવાનો નાશ કરેલ હોય જે બાબતની આયુષીના મમ્મીને જાણ થતા પોલીસ ફરિયાદ થયેલી અને આરોપીઓની ધરપકડ થતાં આરોપીઓ ચેતનભાઇ તથા મયુરભાઈ નિમાવત દ્વારા ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી. કાપડિયા દ્વારા નામદાર ધોરાજી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલી અને સુનાવણીમાં ઉચ્ચ અદાલત ના ચુકાદાઓના સિદ્ધાંતો ટાંકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઈ ધોરાજીના મહેરબાન એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ જજશ્રી, આર.એમ.શર્મા સાહેબ દ્વારા બંને આરોપીઓને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવેલ છે.

 આ કેસમાં આરોપી પક્ષે ધોરાજીના ધારાશાસ્ત્રી અરવિંદકુમાર જી.કાપડિયા તથા પાર્થ કુમાર બી.ઠેસિયા રોકાયેલ હતા.

(8:52 pm IST)