સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

NTPCને કચ્છના રણમાં ખાવડા નજીક દેશનો સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે : મળી મંજૂરી

સોલાર પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 4750 મેગાવોટ સુધીની હશે.

ભુજઃ દેશના પાવર હબમાં ફેરવાઈ ગયેલાં કચ્છમાં વધુ એક એકમ દેશનો સૌથી મોટો સોલાર એનર્જી પાવર પાર્ક સ્થાપવાનું આયોજન કર્યું છે. કેન્દ્ર સરકારની હસ્તકની NTPC રીન્યૂએબલ એનર્જીને કચ્છના રણમાં ખાવડા નજીક દેશનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા મંજૂરી મળી ગઈ છે

 . આ સોલાર પ્રોજેક્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 4750 મેગાવોટ સુધીની હશે.એટલું જ નહીં, કંપની દ્વારા  વ્યાવસાયીક ધોરણે ગ્રીન હાઈડ્રોજનનું પણ ઉત્પાદન કરાશે. ખાવડા નજીક સ્થપાનારો આ સોલાર પ્રોજેક્ટ રાજસ્થાનના ભાડલા સોલાર પ્રોજેક્ટ કરતાં બમણો હશે. ઉલ્લેખનીય છે કે, કચ્છના પાકિસ્તાન સાથે જોડાયેલાં વેરાન રણમાં કેન્દ્ર સરકારે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ સ્થાપવા આયોજન કર્યું છે. જેમાં અદાણી ગૃપનો સિંહફાળો છે.

(11:37 pm IST)