સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

કચ્છમાં ટ્રેન નીચે પડતું મૂકીને યુવાનની આત્મહત્યા : મૃતદેહ એન્જીનના આગળના ભાગે ફસાયો : ચીરફાડ કરીને મૃતદેહને બહાર કાઢ્યો

યુવાન નર્સરીમાં કામ કરતો હતો અને રોજેરોજ 200 રૂપિયા કમાઈને જીવનનિર્વાહ ચલાવતો હતો

ભુજ : આજે મંગળવારે સવારે કચ્છ ટ્રેન નીચે પડતુ મૂકીને એક યુવાને આત્મહત્યા કરી હતી. ભૂજના કૂકમા રેલવે સ્ટેશન પાસે આત્મહત્યા કર્યા બાદ આ યુવાનનો મૃતદેહ રેલવે એન્જીનના આગળના ભાગે ફસાઈ ગયો હતો. જેને લઈને ટ્રેન કૂકમા રેલવે સ્ટેશન સુધી પહોંચી હતી. જ્ યાદ ચીરફાડ કરીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ અંગે રેલવે પોલીસના PSI પ્રફૂલ સોંદરવાએ જણાવ્યું હતું કે, આ યુવાન નર્સરીમાં કામ કરતો હતો અને રોજેરોજ 200 રૂપિયા કમાઈને જીવનનિર્વાહ ચલાવતો હતો. આજે તેણે અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી છે. જ્યારે આ અંગે મૃતક યુવકના પાડોશીઓએ તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પણ જણાવ્યું હતું. જોકે, પોલીસે હાલમાં અકસ્માત મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:22 am IST)