સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતી સૌરાષ્‍ટ્ર ઝોન-૩ દ્વારા ‘‘ફીટનેસ આફટર પ૦'' વિષયક વેબીનાર યોજાયો

વધતી-જતી બિમારી રોકવા-રોજીંદા ડાયેટમાં શું ફેરફાર કરી શકીએ, કેવી કસરતો ઉપયોગી તેના વિશે માર્ગદર્શન અપાયુ રઘુવંશી મહિલાઓએ ભાગ લીધો

જુનાગઢ તા. ૧૪ : શ્રી લો.મ.પ. મહિલા સમિતિ સૌરાષ્‍ટ્ર ઝોન દ્વારા ગત તા.૧૦/૭ના રોજ ફીટનેસ અવરનેસ અંગેનો ઓનલાઇન પ્રોગ્રામ લો.મહાપરિષદના આંતર રાષ્‍ટ્રીય મહિલા અધ્‍યક્ષ રશ્‍મિબેન સતીષભાઇ વિઠલાણીના નેજા હેઠળ સૌરાષ્‍ટ્ર ઝોન-૩ ના અધ્‍યક્ષ શ્રીમતી પૂજાબેન કારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

જેમાં લગભગ સવા સો (૧રપ) થી પણ વધારે બ્‍હેનોએ રસપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં જુનાગઢના શ્રી લોહાણા મહિલા મંડળના મોવડી શ્રીમતિ મીનાબેન ચગ અતિથી વિશેષ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. સૌરાષ્‍ટ્ર ઝોન-૩ના સેક્રેટરી શ્રીમતી વિધીબેન ભીંડોરાએ સ્‍વાગત પ્રવચન આપ્‍યું હતું ત્‍યારબાદ લો.મ.પરિષના મહિલા અધ્‍યક્ષ રીમતી રશ્‍મિબેન વિઠલાણી તથા સૌ.ઝોન-૩ના અધ્‍યક્ષ શ્રીમતી પૂજાબેન કારીયાએ પોતાનું વકતવ્‍ય આપ્‍યું હતું.

આ કાર્યક્રમ ૪૦ વર્ષ પછી બ્‍હેનોમાં હેલ્‍થ વિશે અવરનેશ લાવવા માટે યોજાયો હતો. ડો. પીનલબેન મશરૂ કે જેઓ ફિઝીયોથેરેપીસ્‍ટ તથા સર્ટીફાઇડ મેન્‍યુઅલ થેરેપીસ્‍ટ તથા આજના જમાનામાં વધતી બિમારી રોકવા તથા તે અંગે જાગૃતતા લાવવા રોજીંદા ડાયેટમાં શું ફેરફાર કરવા તથા રોજબરોજ કરી શકીશે તેવી કસરતો શિખવાડવા આવી હતી. ત્‍યારબાદ સુંદર રીતે પ્રશ્નોના જવાબ આપ્‍યા હતા. આભારવિધિ સીમાબેન કારીયા દ્વારા કરવામાં આવેલ.

રશ્‍મિબેન વિઠલાણીએ પોતાના વકતવ્‍યમાં બ્‍હેનોના સ્‍વાસ્‍થય સંભાળ, તથા તેના માટે બીજા ઝોનમાં થયેલા કાર્યો જણાવ્‍યા હતા. તથા થેલેસેમીયા નાબુદી માટે અવરનેસ કાર્યક્રમ અને લગ્ન પહેલા જો થેલેસેમીયા ટેસ્‍ટ કરવામાં આવે તો ઘણીબધી તકલીફોથી બચી શકાય તેમ જણાવ્‍યું હતું.

(11:33 am IST)