સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં સરેરાશ ૧૪ ઇંચ : સૌથી વધુ ૩ ઇંચ વરસાદ માંગરોળમાં

સાર્વત્રિક વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૪ : છેલ્‍લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ૧૪ ઇંચ વરસાદ નોંધાતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.

ગઇ કાલના વરસાદથી મુરઝાતી મોલાતને જીવન દાન મળ્‍યુ છે.

સવાર સુધીમાં જિલ્લાના માંગરોળ વિસ્‍તારમાં ત્રણ ઇંચ વર્ષ થઇ હતી. જૂનાગઢમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે ભવનાથ -ગિરનારમાં વ્‍યાપક મહેર થઇ હતી.

ગઇ કાલે કેશોદમાં ૫૬ મીમી, ભેસાણ -૨૫ મીમી, મેંદરડા -૧૯ મીમી, માણાવદર -૧૨ મીમી, માળીયા -૪૩ મીમી, વંથલી ૩૯ મીમી અને વિસાવદરમાં ૨૧ મીમી વરસાદ થયો હતો.

આ સાથે જૂનાગઢ જિલ્લા અત્‍યાર સુધીમાં ૧૬.૬૩ ટકા વરસાદ થયો છે. આજે સવારના ૬ થી ૮ના બે કલાક દરમ્‍યાન વરસાદના વાવડ પ્રાપ્ત થયા નથી.

(10:12 am IST)