સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

માંગરોળમાં ૩ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવણી કાર્ય પુરજોશમાં

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં મેઘાવી માહોલ સાથે કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ :સાર્વત્રિક વરસાદની રાહ

પ્રથમ તસ્વીરમાં માળીયા હાટીના અને બીજી , ત્રીજી તથા ચોથી તસ્વીરમાં કાલાવડના નવાગામ પંથકમાં પડેલ વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ મહેશ કાનાબાર-(માળીયા હાટીના), હર્ષદ ખંધેડિયા -નવાગામ)

રાજકોટ,તા. ૧૪ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતો જાય છે અને દરરોજ કયાંક ભારે તો કયાંક હળવો વરસાદ વરસી જાય જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ છેલ્લા ૩ ઇંચ વરસાદ પડ્યો છે.

આજે સવારથી મિશ્ર વાતાવરણ માહોલ યથાવત છે અને થોડીવારમાં તડકો તો થોડીવારમાં વાદળા છવાઇ જતા છાયાનો અનુભવ થાય છે. આજે સવારે ઉનામાં ૬ મીમી વરસાદ પડ્યો હતો.

સમયસર વરસાદ વિસ્તારોમાં વાવણીકાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. જો કે અમુક વિસ્તરોમાં હજુ સાર્વત્રિક વરસાદ રાહ જોવાઇ રહી છે.

માળીયા હાટીના

 (મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીના : વીસ દિવસ પહેલા માળીયા હાટીના વિસ્તારો માં ૪ થી ૫ ઇચ જેટલો વરસાદ થયો હતો.એટલે એ વખતે ખેડૂતો એ વાવણી કરી હતી પણ પછી વરસાદ થયો નીતો મગ ફળી કપાસ. કઠોળ નો પાક નિષ્ફળ જવાની તૈયારીમાં હતો ત્યાં તો મેઘરાજાએ મહેર કરી દીધી ત્રણ દિવસથી વરસાદના સરોળા અવિરત પણે ચાલુ છે આમ વરસાદ આવતા ખેતરો લીલા લીલા છમ જેવા બની ગયા છે ચારે કોર હરિયાળી હરિયાળી લીલું લીલું છમ જેવા ખેતરો થાઇ ગયા છે જે તસવીર માં જીવા મળે છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીઃ મોરબી જીલ્લામાં શનિવારે રાત્રીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી ઝાપટા વરસી રહ્યા છે જેમાં સોમવારે સાંજથી મંગળવારે સાંજ સુધીમાં મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મોરબી તાલુકામાં ૧૨ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૦ મીમી અને ટંકારા તાલુકામાં ૧૩ મીમી વરસાદ નોંધાયો છે તો માળિયા અને હળવદ તાલુકામાં વરસાદ નોંધાયો નથી વરસાદને પગલે મોરબી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા.

નવાગામ

(હર્ષદ ખંધેડિયા દ્વારા) નવાગામ : જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અષાઢી બીજથી વરસાદની સીઝન જોવા મળી રહી છે. સતત બીજા દિવસે પણ કાલાવડ પંથકના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કાલાવડ તાલુકાના નવાગામ, ધુનધોરાજી, હકુમતિ સરવાણીયા, ઉમરાળા, મોટીવાવડી, માછરડા સહિતના ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું. કાલાવડ પંથકના અનેક ગામોમાં બપોર બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢઃ છેલ્લા ૨૪ કલાકમાં જૂનાગઢ જિલ્લામાં ૧૪ ઇંચ વરસાદ નોંધાતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.

ગઇ કાલના વરસાદથી મુરઝાતી મોલાતને જીવન દાન મળ્યુ છે.

સવાર સુધીમાં જિલ્લાના માંગરોળ વિસ્તારમાં ત્રણ ઇંચ વર્ષ થઇ હતી. જૂનાગઢમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે ભવનાથ -ગિરનારમાં વ્યાપક મહેર થઇ હતી.

ગઇ કાલે કેશોદમાં ૫૬ મીમી, ભેસાણ -૨૫ મીમી, મેંદરડા -૧૯ મીમી, માણાવદર -૧૨ મીમી, માળીયા -૪૩ મીમી, વંથલી ૩૯ મીમી અને વિસાવદરમાં ૨૧ મીમી વરસાદ થયો હતો.

આ સાથે જૂનાગઢ જિલ્લા અત્યાર સુધીમાં ૧૬.૬૩ ટકા વરસાદ થયો છે. આજે સવારના ૬ થી ૮ના બે કલાક દરમ્યાન વરસાદના વાવડ પ્રાપ્ત થયા નથી.

છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

ઉના         ૧૮ મી.મી.

કોડીનાર     ૩૧   ''

ગીરગઢડા    ૪૦   ''

તાલાલા      ૨૬   ''

વેરાવળ      ૧૬૩ ''

સુત્રાપાડા     ૬૧   ''

પોરબંદર

પોરબંદર    ૫૮   ''

રાણાવાવ    ૮૩   ''

કુતિયાણા     ૩     ''

જૂનાગઢ

કેશોદ        ૫૬   ''

જૂનાગઢ      ૩૩   ''

ભેંસાણ       ૨૫   ''

મેંદરડા      ૧૯   ''

માંગરોળ     ૭૪   ''

માણાવદર   ૧૨   ''

માળીયાહાટીના    ૪૩ ''

વંથલી       ૩૯   ''

વિસાવદર    ૨૧   ''

અમરેલી

અમરેલી     ૨૩   ''

ખાંભા        ૩૦   ''

સાવરકુંડલા  ૩૦   ''

ધારી         ૧૦   ''

બગસરા      ૬     ''

બાબરા       ૨૮   ''

રાજુલા       ૬     ''

લાઠી         ૩૮   ''

લીલીયા      ૨૦   ''

વડિયા       ૩     ''

કચ્છ

અબડાસા     ૧૭   ''

નખત્રાણા     ૩૪   ''

ભુજ          ૩૪   ''

મુદ્રા          ૩૧   ''

માંડવી       ૧૫   ''

રાપર        ૬     ''

લખપત      ૧૬   ''

ભાવનગર

મહુવા        ૧૩   ''

ગારીયાધાર  ૭     ''

ઘોઘા         ૨     ''

રાજકોટ

ઉપલેટા      ૧૦ મીમી

કોટડાસાંગાણી      ૬ ''

ગોંડલ       ૧૭   ''

જેતપુર       ૧૪   ''

જસદણ      ૧૮   ''

જામકંડોરણા ૭     ''

ધોરાજી       ૧૫   ''

પડધરી      ૨     ''

રાજકોટ      ૧૩   ''

લોધીકા      ૮     ''

મોરબી

ટંકારા        ૧૪ મીમી       

વાંકાનેર      ૧     ''

જામનગર

કાલાવડ     ૧૨   ''

જામજોધપુર  ૧૨   ''

જોડિયા      ૭     ''

લાલપુર      ૧૦   ''

(11:09 am IST)