સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

ધારીના ગરમલીમાં પિતાના પડધારીના ગરમલીમાં પિતાના પડખામાં સુતેલા પાંચ વર્ષના પુત્રને દિપડાએ ઉઠાવ્યોઃ પિતાએ બચાવ્યો

નાક-મોઢા પર ગંભીર ઇજાઃ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૪: ધારીના ગરમલી ગામે કાળુભાઇ ભંડારીયાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના મજૂર પરિવારના પાંચ વર્ષના પુત્રને દિપડાએ ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં નાક-મોઢા પર ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

તોલસીંગ ભુરીયા અને તેનો પરિવાર હાલ ગરમલી ગામે રહી મજૂરી કરે છે. રાતે તોલસીંગ, તેના પત્નિ, પુત્રી, પુત્ર સહિતના કુટુંબીજનો વાડીએ સુતા હતાં. પુત્ર પૂનમ (ઉ.વ.૫) પિતા તોલસીંગની સાથે તેના ખાટલામાં  સુતો હતો. રાત્રીના અગિયારેક વાગ્યે દિપડો આવી ચડ્યો હતો અને પૂનમને ઉઠાવી જવાનો પ્રયાસ કરતાં તેણે ચીસાચીસ કરી મુકતાં તોલસીંગ જાગી જતાં તેણે સામનો કર્યો હતો અને દિપડાની પક્કડમાંથી પુત્રને ખેંચી લઇ બચાવી લીધો હતો. ચલાલા, અમરેલી સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ ચલાલા પોલીસને જાણ કરી હતી.

(11:30 am IST)