સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th July 2021

ભાવનગરમાં ૧ કેસ

જિલ્લામાં ૨૧,૪૨૦ કેસો પૈકી ૧૧ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર,તા.૧૪ :  જિલ્લામાં ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૪૨૦ થવા પામી છે. ભાવનગર શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૦ કેસ પૈકી હાલ ૧૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:32 am IST)