ઉના પાસે ડબલ સવારી બાઇક સ્લીપ થતા બાઇક સવાર ભાણેજનું મોતઃ મામાને ગંભીર ઇજા
(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૧૪: ઉના પાસે દેલવાડા ગામના વણાંક પાસે ડબલ સવારી અકસ્માતે બાઇક સ્લીપ થઇ જતા ગાંગડા ગામેથી દીવ જઇને પરત આવતા બાઇક સવાર ભાણેજ ભાવેશભાઇ પાંચાભાઇ જાદવ (ઉ.વ.રર)નું ગંભીર ઇજા બાદ તેનું મોત નિપજયું હતું. આ બાઇક પાછળ બેઠેલ ભાવેશભાઇના મામા નરેશભાઇ ગોહીલને ગંભીર ઇજા થતા સારવાર માટેે ખસેડાયેલ છે.
ગાંગડા ગામેથી નરેશભાઇ ધીરૂભાઇ ગોહીલ તેના ભાણેજ ભાવેશભાઇ પાંચાભાઇ જાદવ (ઉ.વ.રર) સાથે બાઇક ઉપર દીવ ગયા હતા અને દીવથી પરત આવતા હતા ત્યારે દેલવાડાના રસ્તાના વણાંક પાસે બાઇક સ્લીપ થઇ જતા બાઇક સ્વાર ભાણેજ ભાવેશભાઇ પાંચાભાઇ જાદવને ગંભીર ઇજા બાદ તેનું મૃત્યુ નિપજયું હતું. બાઇક પાછળ બેઠેલ ભાવેશભાઇના મામા નરેશભાઇ ગોહીલને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયેલ છે.